ભારત દેશને તેનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત મળ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કેરળના કોચીમાં તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું. હવે INS વિક્રાંત ભારતીય નૌકાદળના લડાયક કાફલામાં જોડાઈ ગયું છે. આ ઐતિહાસિક અવસર ર પીએમ નરેન્દ્ર મોદી સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, "તમે બધા નૌકાદળની પરંપરાઓથી વાકેફ છો, 'જૂના જહાજો ક્યારેય મૃત્યુ પામતા નથી.' 1971ના યુદ્ધમાં પોતાની શાનદાર ભૂમિકા નિભાવનાર વિક્રાંતનો આ નવો અવતાર, 'અમૃત કાળ'ની ઉપલબ્ધિની સાથો સાથ આપણા સ્વતંત્રતા સેનાનીઓ અને બહાદુર સૈનિકોને પણ એક વિનમ્ર શ્રદ્ધાંજલિ છે.