રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહિલો જામ્યો છે. ત્યારે જાંબુઘોડાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા જાંબુઘોડા અભ્યારણ્ય સહિત સમગ્ર તાલુકા માં ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળ્યુ હતુ. ધુમ્મસને લઇ જાંબુઘોડા અભયારણ્ય સોળે કળાએ ખીલી ઉઠતા જંગલમાં વસવાટ કરતા અબોલ જીવો મોર, સહિતના અન્ય પક્ષીઓનો કોલાહલ તેમજ મોરના ટહુકાનો અવાજ અને પક્ષીઓના કોલાહલનો અવાજ પણ સ્પષ્ટપણે સાંભળી શકાય છે. જાંબુઘોડા અભયારણ્ય વિસ્તારમાં વસવાટ કરતા આદીવાસીઓ પણ વાતાવરણ જોઈ ખુબજ ખુશ થયા હતા