મહેસાણાના ઊંઝામાં એક શિક્ષકને યુવતી સાથે મીઠી મીઠી વાતો કરવી ભારે પડી છે. યુવતીએ શિક્ષક પાસે સિદ્ધપુર જવા લિફ્ટ માંગી હતી બાદમાં મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. ત્યારબાદ શિક્ષક અને યુવતી ગેસ્ટ હાઉસમાં મળ્યા હતા. જે બાદ યુવતીએ પોતાના સાગરીતો સાથે મળી શિક્ષકને બ્લેકમેઈલ કરવાનું શરુ કર્યું હતું અને 10 લાખની માંગ કરી 5 લાખ રૂપિયામાં શિક્ષક સાથે ડીલ કરી હતી. પરંતુ શિક્ષકે રોડ પર બૂમાબૂમ કરી મુકતા 3 આરોપીઓને લોકોએ મેથીપાક આપી પોલીસને હવાલે કરતા આખો મામલો બહાર આવ્યો હતો.