રાજકોટ શહેરમાં સીટી બસમાં મુસાફરી કરવી જોખમી બની

2022-09-01 310

રાજકોટ શહેરમાં સીટી બસમાં મુસાફરી કરવી જોખમી બની ચુકી છે. રાજકોટ શહેરની 31 નંબરની સીટી બસનું ટાયર ચાલુ મુસાફરીએ નીકળી ગયું હોવાની ઘટના સામે આવી છે. બસમાં 25

જેટલા મુસાફરો સવાર હતા ત્યારે રાજકોટ શહેરના 80 ફુટ રોડ ઉપર બસનું ટાયર નીકળી જતા એક બાળકીને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઈજા પહોંચેલ બાળકીને સારવાર અર્થે

ખાનગી હોસ્પિટલમાં ખસેડી હોવાનું પણ સામે આવ્યું છે.

મીડિયા સાથેની વાતચીતમાં સીટી બસના ડ્રાઇવરે જણાવ્યું હતું કે, ત્રિકોણ બાગ ખાતે જ્યારે તેણે બસ ઉપાડી હતી. ત્યારે તેણે એજન્સીના અધિકારીઓને ટાયરના ભાગે ટેકનિકલ ફોલ્ટ

હોવાની જાણ પણ કરી હતી. ડ્રાઇવરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે તેણે ત્રિકોણ ભાગે બસ ચેક કરી ત્યારે ટાયરના ભાગે અવાજ આવી રહ્યો હતો. તો સાથે જ પ્લેટ પણ

ચોંટી ગઈ હતી. પરંતુ ટેકનિકલ ફોલ્ટ મામૂલી હોવાના કારણે એજન્સીના અધિકારીઓ દ્વારા બસને રૂટ ઉપર દોડાવવાની સૂચના આપવામાં આવી હતી.