બુધવારે ફુદેડાથી સપ્તેશ્વર તરફ જતા પુલ નીચેથી પસાર થતી સાબરમતી નદીમાં ફુદેડા ગામની કોતરોમાંથી આવતા પાણીના પ્રવાહમાં બુધવારે સવારના પોરમાં ઈડર તાલુકાના આરસોડીયા ગામના અંદાજે 21 થી 24 વર્ષના ત્રણ યુવાનો ન્હાવા પડયા હતા.દરમ્યાન અચાનક આ ત્રણેય યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.