વડોદરામાં એક કોન્સ્ટેબલ અને બુટલેગર વચ્ચે પૈસાની લેવડદેવડ થતો વિડીયો વાયરલ થયો છે. જોકે આ વિડીયો અંગેની પુષ્ટિ કરવામાં આવતી નથી. વિડીયોમાં મોઢે રૂમાલ બાંધેલ વ્યક્તિ પાસેથી પોલીસ કોન્સ્ટેબલ રૂપિયા સ્વીકારતો હોવાનું દેખાઈ રહ્યું છે. વાયરલ થયેલો વિડીયો તરસાલી વિસ્તારનો હોવાનું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.