ઢાઢર નદીમાં માનવભક્ષી મગર યુવાનને પાણીમાં ખેંચી ગયો

2022-08-31 3

આમોદ તાલુકાના નવા કોબલા ગામે રહેતો હસમુખભાઈ ભાઈલાલભાઈ રાઠોડ નામનો યુવાન જુના કોબલા ગામે કામ અર્થે ગયો હતો.જ્યાં તે ઢાઢર નદી કિનારે જતાં તેનો પગ લપસી જતાં ઢાઢર નદીમાં રહેતાં વિશાળકાય મગરે તરાપ મારી નદીના પાણીમાં ખેંચી ગયો હતો.જ્યાં હાજર લોકોએ પણ યુવાનને મગર ખેંચી લઇ જતાં નજરે નિહાળ્યો હતો.અને વિડિઓ પણ બનાવ્યો હતો.કોબલા ગામના તલાટીએ હાજર લોકોનો પંચકયાસ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.