અમદાવાદમાં ગણેશ ચતુર્થીએ વરસાદ આવ્યો છે. જેમાં સમગ્ર શહેરમાં એકસાથે વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ આવ્યો છે. વસ્ત્રાપુર સહિતના
વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. જેમાં નારાયણપુરામાં વરસાદ આવતા નદી જેવો માહોલ થયો છે.
શહેરમાં બે દિવસના વિરામ બાદ વરસાદ આવ્યો
રાજ્યમાં આગામી પાંચ દિવસ નહિવત વરસાદ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તેમજ હાલ વરસાદી સિસ્ટમ ન હોવાથી વરસાદની શક્યતા નહિવત છે.
આ વર્ષે રાજ્યમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. તથા અમદાવાદમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે માછીમારો અને પોર્ટ માટે હાલ કોઈ વોર્નિંગ આપવામાં
આવી નથી. તેમજ રાજ્યમાં હવે વરસાદની સંભાવના નહિવત છે. કારણ કે રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તેથી વાતાવરણમાં ભેજના પ્રમાણ સાથે બફારો અનુભવાશે.
તેમજ અમુક ભાગોમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. તથા દ.ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટાની આગાહી છે.