રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઢોરનું ટોળુ ઘુસ્યું હતુ. જેમાં પાંચ ભેંસોનું ટોળું સિવિલ હોસ્પિટલની અંદર ઘુસ્યું હતુ. તેથી દર્દીઓમાં ભયનો માહોલ છવાયો હતો. તેમજ સિવિલના સિક્યુરિટી
ગાર્ડે ભેંસોને બહાર કાઢી મુકી હતી. સંદેશ ન્યૂઝના કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે. તેમાં રોડ બાદ હવે સિવિલમાં પણ ઢોર ઘુસી રહ્યાં છે તેથી રખડતા ઢોર પકડવાના દાવા સામે સવાલ ઉઠ્યા
છે.