અંજારમાં અજાણ્યા ઇસમોએ ઘરને આગ ચાંપતા માતા અને પુત્રો દાઝ્યા
2022-08-30 54
અંજારના ખંભરામાં કેટલાક અજાણ્યા ઇસમોએ એક મકાનને આગ ચાંપી દીધી હતી. જે બાદ આગના લીધે ઘરમાં રહેલા માતા અને બે પુત્રો દાઝી ગયા હતા. ઈજાગ્રસ્ત માતા અને તેના બે પુત્રોને તાત્કાલિક સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.