પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે આમ આદમી પાર્ટી યુવાઓને ગુમરાહ કરે છે. તથા મારી સાથે થયેલા અકસ્માત પર હલકી રાજનીતિ કરી રહ્યાં
છે. તેમજ મારા જૂના નિવેદનોને આમ આદમી પાર્ટી તોડી મરોડીને રજૂ કરે છે.
સરકારી નોકરીના નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લીધા હતા. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ નિવેદનો સામે આવ્યા હતા.
તેથી હવે આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે મારા વિધાનસભામાં આપેલા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે. સરકારી નોકરીના નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું
છે. તથા સરકારી નોકરીમાં 2 લાખને રોજગારીની વાત કરી હતી. તેમજ અભ્યાસ કર્યા વગર મારા પર ટિપ્પણી ન કરતા.
મારા જૂના નિવેદનોને AAP તોડી મરોડીને રજૂ કરે છે
તેમજ વધુમાં જણાવ્યું હતુ કે મોટા નેતા બનવાના ચક્કરમાં કેટલાક લોકો આવુ કરે છે. અમે તો જે બોલીએ છીએ એ કરી બતાવીએ છીએ. વિશ્વની મોટી મોટી કંપનીઓ ગુજરાતમાં આવી
રહી છે. તથા ઈંટનો જવાબ પથ્થરથી આપતા મને સારી રીતે આવડે છે.