ઉત્તર પ્રદેશના ઇટાવા શહેરના રામનગર રેલવે ફાટક પર અચાનક એક બાઇક ટ્રેનની સામે આવી ગયું. જેને ઝડપભેર આવતી ટ્રેને કચડી નાખ્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જે વાયરલ થઈ રહ્યા છે. આ ટ્રેન હટિયાથી આનંદ બિહાર જઈ રહી હતી. તો રેલવે જંકશનના અંદાજે સો મીટર દૂર આવેલા શહેરના વ્યસ્ત રેલવે ફાટક પર 12873 ઝારખંડ સ્વર્ણ જયંતી એક્સપ્રેસ જેવી આવી તો તેની ઝપટમાં બાઇક આવી ગયું. તેના પરખા ઉડી ગયા. તે એક મોટી ટ્રેન દુર્ઘટનામાંથી બચી ગયા હતા. ત્રણ દિવસ પહેલા રામનગર રેલવે ફાટક પર આ ઘટના બની હતી.