નરોડા ગામ કેસને છોડી અન્ય તમામ અરજીઓ બંધ

2022-08-30 3

2002ના ગુજરાત તોફાન બાદ થયેલ તમામ અરજીઓ બંધ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. જેમાં અરજીકર્તાઓએ સ્વીકાર્યુ કે કોર્ટે SITની રચના કરી હતી. તોફાનોના લગભગ કેસોમાં

નીચલી કોર્ટમાં ફેંસલો આવી ચૂક્યો છે. તેમજ નરોડા ગામ કેસને છોડી અન્ય તમામ અરજીઓ બંધ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે નરોડાનો કેસ નીચલી અદાલતમાં ચાલી રહ્યો છે. ત્યારે તોફાનો બાદ થયેલી 9 પૈકી 8 અરજીઓ બંધ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું- આટલો સમય વિતી ગયા

પછી સુનાવણીનો કોઈ અર્થ નથી.

2002 ગુજરાત રમખાણ:

27 ફેબ્રુઆરી-2002 : અયોધ્યાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચ પર ગોધરા રેલવે સ્ટેશન નજીક ટોળાંએ હુમલો કરતા 59 લોકોનાં મોત થયાં હતાં.