ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી બચ્યા છે, ત્યારે પોતાની વિવિધ માંગોને લઈને સરકારી કર્મચારીઓએ બાંયો ચઢાવી છે. બીજી તરફ વિપક્ષ પણ મોંઘવારી સહિતના મુદ્દે સરકારને ઘેરવા મેદાનમાં ઉતર્યું છે. આવામાં સરકારે મતબેંકને ધ્યાનમાં રાખીને વિરોધને આગને ઠારવા માટે એક કમિટીની રચના કરી છે. જેમાં 5 મંત્રીઓનો સમાવેશ કર્યો છે. એવામાં એક પ્રશ્ન સ્વાભાવિક થાય કે, શું કમિટીના ગઠનથી વિરોધની આગ ઠરશે?