Jioનું Stand Alone 5G શું છે, જાણો ફીચર્સ

2022-08-29 15

િલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ આજે તેની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કર્યું હતું. જેમાં Jio 5G રજૂ કરવામાં આવ્યું હતું. Jio 5G એ વિશ્વનું સૌથી મોટું અને સૌથી અદ્યતન 5G નેટવર્ક બનવા જઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો સ્ટેન્ડ-અલોન નેટવર્ક પર કામ કરી રહ્યા છે. આની મદદથી ઝડપથી મોટા પાયે મશીન-ટુ-મશીન સંચાર, 5G વૉઇસ, એજ કમ્પ્યુટિંગથી લઇ મેટાવર્સ સુધીની સુવિધા સરળ બનશે.


સ્ટેન્ડઅલોન 5G ઓપરેટ કરવા માટે 4G નેટવર્ક પર પણ આધાર રાખતું નથી. 5G કોર પોતે સર્વિસ બેઝ્ડ આર્કિટેક્ચર (SBA) તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. સ્ટેન્ડઅલોન 5Gને ઉદ્યોગોમાં ડિજિટાઇઝેશન માટે વરદાન તરીકે ઓળખવામાં આવે છે. Jio 5G ફિક્સ્ડ બ્રોડબેન્ડ લાઇનની પણ જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે 5G બ્રોડબેન્ડ સેવા ઓછી કિંમતે આપવામાં આવશે. આના દ્વારા 100 મિલિયન ઘરોને જોડી શકાય છે.


Jio 5G દિવાળીના સમયે લોન્ચ થશે. આ સેવા સૌપ્રથમ મેટ્રો શહેરમાં શરૂ કરવામાં આવશે. Jioનો 5G સર્વિસ રોલઆઉટ પ્લાન વિશ્વમાં સૌથી ઝડપી છે. WiMaxની જેમ, JioAirFiber પણ હશે. આ વ્યક્તિગત હોટ સ્પોટ તરીકે કામ કરશે. તેના દ્વારા યુઝર્સ 5G બ્રોડબેન્ડ સર્વિસનો ઉપયોગ કરી શકશે. યુઝર્સ Jio ના Cloud PC નો ઉપયોગ કરી શકે છે. આ વાસ્તવમાં ક્લાઉડ સ્પેસ હશે. Jio Cloud PC પરથી સ્પેસ ખરીદીને લોકો તેમનો બિઝનેસ વધારી શકે છે.

Videos similaires