બનાસકાંઠા જીલ્લાના ડીસા પંથકમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. ડીસાના માલગઢ ગામની એક યુવતીને ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતા યુવકે પોતાની પ્રેમ જાળમાં ફસાવી યુવતી સહિત તેની માતા અને ભાઈનું બ્રેઈન વોશ કરી ધર્મપરિવર્તન કરાવતા તેમજ યુવતીના પિતાને પણ ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કરી 25 લાખ રૂપિયા માંગતા યુવતીના પિતાએ ઝેર ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જો કે સમગ્ર મામલે યુવતીના કાકાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે પહોંચી પરિવારનું ધર્મપરિવર્તન કરાવી રૂ. 25 લાખની ખંડણી માગવા મામલે આરોપી યુવક સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.