અમીરગઢ પાસે બનાસનદીમાં મગર દેખાયો

2022-08-29 588

બનાસકાંઠાના અમીરગઢ પાસે બનાસનદીમાં મગર દેખાયો છે. જેમાં હાલમાં બંને કાંઠે વહી રહી બનાસ નદીમાં જુનીરોહ પાસે મગર દેખાતા લોકોમાં ભય ફેલાયો છે. તેમાં પાણીમાંથી પથ્થર

ઉપર આવી પડેલ મગરને જોઈ વનવિભાગને જાણ કરાઇ છે. તેમજ વનવિભાગના કર્મચારીઓ આવી મગરની નજીક જઈ રહ્યા હતા તે દરમિયાન મગર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
તથા બનાસ નદીમાં ન જવા માટે તંત્રનું એલર્ટ છતાં મોટી સંખ્યામાં લોકો નહાવા પડી રહ્યા હોય તેઓના જીવનું જોખમમાં છે.

Videos similaires