વલસાડમાં તિથલ ગામ પાસે રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. જેમાં રખડતા ઢોરે બાઈક સવાર બે શખ્સોને અડફેટે લીધા છે. ઘટનામાં બાઈક સવાર શખ્સોને નાની મોટી ઇજા થઇ
છે. જેમાં સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. તેમજ હાઇકોર્ટના આદેશ બાદ પણ શહેર તથા આજુ બાજુમાં રખડતા ઢોરોને પાંજરે પુરાયા નથી.