વડોદરામાં તરસાલી સરકારી આવાસ યોજનામાં લાખો લીટર પાણી વેડફાયું

2022-08-29 45

તરસાલી ગરીબોની આવાસ યોજના મકાનોમાં પીવાનું પાણી પૂરું પાડતી પાણીની મુખ્ય પાઈપલાઈનમાં અવારનવાર ભંગાણ પડી જવાને કારણે પાણી વેડફાઈ રહ્યું છે. અગાઉ કોર્પોરેશન દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું તે બાદ છેલ્લા દોઢ બે મહિનાથી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે તે અંગે કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે છતાં આજદિન સુધી સમારકામ કરવામાં આવ્યું નથી જેથી રોજનું હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે.આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે કોર્પોરેશન માં પાણીની લાઈનમાં પડેલા ભંગાણ અંગે રજૂઆતો કરી છે છતાં સમારકામ થતું નથી અને તેને કારણે પીવાનું પાણી લોકોને મળતું નથી.