જાણો PM મોદીએ પોતાના ભાષણમાં કઈ કચ્છી વાનગીઓ યાદ કરી

2022-08-28 528

આજે પીએમ મોદી કચ્છની મુલાકાતે છે ત્યારે તેઓએ પોતાના ભાષણમાં ભેળપૂરી, પાતળી છાશ, કચ્છની દાબેલીનો સ્વાદ યાદ કર્યો છે. આમ તો હવે દાબેલી દરેક રાજ્યોમાં અને શહેરોમાં પ્રખ્યાત બની ચૂકી છે પણ ભુજુની માંડવી દાબેલી સેન્ટર કે બિનહરીફ ફૂડ ખાતે દાબેલી ખાવ તો તેનો સ્વાદ જ અનોખો હોય.
કચ્છની ભેલ્પુરીનો સ્વાદ પણ તમને અહી ખેંચી લાવ એતેવો છે, કડક પૂરી સાથે મમરા, બટાકા અને ચટણીઓનો સ્વાદ દાઢે રાઈ જાય તેવો છે. આ બને વાનગીઓને ભેગી કરીને કચ્છીઓએં દાબેલી ભેલપૂરી પણ બનાવી છે. જેને ખાતા બે ગણા ચટકારા લઇ શકાય છે.

કચ્છનો ઘણો ખરો વિસ્તાર પશુ પાલન પર નિર્ભર છે. અને એટલે જ અહી કચ્છડો બારેમાસ અને કચ્છમાં પાતળી છાસ બારેમાસ પીવામાં આવે છે. અહીની વાનગીઓ ચટપટી અને તીખી હોવાથી સાથે મોળી છાશ પીવામાં આવે છે. ઓળા રોટલા સાથે છાશ એટલે કચ્છીઓને ટેસડો પડે.


આ સાથે જ તેમણે કચ્છની વિશિષ્ટ પીળી ખારેક અને કેસર કેરીને પણ યાદ કરી હતી.