પોપટ સહિતના વન્ય જીવોનો ઘરમાં રાખવાનો તથા તેના વેચામ કરવાનો શોખ તેમને ભારે પડી શકે છે. ઘરમાં વન્ય જીવ ક્રુરતા પૂર્વક પાજરામાં રાખવા ગેરકાયદેસર કહેવાય છે, આને આવું કરનારાઓ સામે આકરા પગલા લઈ ગુનો પણ નોંધવામાં આવે છે, ત્યારે વડોદરામાં ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા (જીએસપીસીએ)ને અલગ અલગ વિસ્તારથી માહિતી મળેલ હતી કે, ઘરમાં વન્ય જીવ ક્રૂરતાપૂર્વક નાના પાંજરામાં ગેરકાયદેસર રાખેલ છે. ત્યારે ગુજરાત પ્રાણીક કૃતા નિવારણ સંસ્થાએ સંપૂર્ણ માહિતી એકઠી કરી તેની ચકાસણી કરી હતી અને વડોદરા સોશિયલ ફોરેસ્ટ્રી આરએફઓ, તેઓનો સ્ટાફના સભ્યો જનક પારેખ, અક્ષય રાઠોડ જાદવને સાથે રાખી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાની કાર્યવાહી દરમિયાન કુલ 18 પોપટને ક્રુરતા પૂર્વક રાખેલા પાંજરામાંથી મુક્ત કરાયા હતા. આ દરોડાની કાર્યવાહી દરમિયાન એક લાલ મોઢાવાળુ માકડુ પણ મળી આવ્યું હતું, જેને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખાતે સોંપવામાં આવ્યો હતો.