PM મોદીએ જે સ્વરાજ સિરિયલ જોવાની અપીલ કરી, જાણો તે સિરિયલનાં રસપ્રદ તથ્યો

2022-08-27 96

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે, ત્યારે આજે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિવરફ્રન્ટ ખાતે ખાદી મહોત્સવના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં પોતે ચરખો ચલાવ્યા બાદ તેમણે પોતાના ભાષણમાં દેશના યુવાઓને સ્વરાજ સીરીયલ જોવાની અપીલ કરી હતી. ચાલો જાણીએ આ સીરીયલ વિષે .............
આઝાદીના 75માં અમૃત મહોત્સવના અવસર પર, જે બાબતની સૌથી વધુ ચર્ચા થઈ તે હતી ટીવી સીરીયલ એટલે 'સ્વરાજ - ભારતના સ્વતંત્રતા સંગ્રામની સમગ્ર ગાથા',
સ્વરાજ એ એક ભારતીય ઐતિહાસિક ટીવી સિરિયલ છે જે 14 ઓગસ્ટ 2022થી દર રવિવારે રાત્રે 9 વાગ્યે ડીડી નેશનલ પર પ્રસારિત થાય છે. આ સિરિયલ દ્વારા, દૂરદર્શને ફરી એકવાર 550થી વધુ સ્વાતંત્ર્ય સેનાનીઓની શૌર્યગાથાઓને જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે. આ સીરીયલમાં મનોજ જોષી કથાકાર તરીકે મુખ્ય ભૂમિકામાં છે.

આ સીરિયલમાં મંગલ પાંડે, રાણી લક્ષ્મીબાઈ અને ભગત સિંહની સાથે રાણી અબક્કા, બક્ષી જગબંધુ, તિરોત સિંહ, સિધો કાન્હો મુર્મુ, શિવપ્પા નાયક, તિલકા માંઝી જેવા વીર યોદ્ધાઓની વાર્તાઓનો સમાવેશ થાય છે. આ સિરિયલને 9 પ્રાદેશિક ભાષાઓ અને અંગ્રેજી ભાષામાં ડબ કરવામાં આવી છે.

આ સીરીયલમાં કુલ 75 એપિસોડ છે. આ શોની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં, પીએમ મોદી તેમના કેબિનેટ સાથીદારો સાથે સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં હાજર રહ્યા હતા.