હાલ ચીન મોટી હાલાકીનો સામનો કરી રહ્યો છે. માત્ર અહીની પ્રજા જ નહીં, ઉદ્યોગો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીંના લોકો રેકોર્ડબ્રેક સૂર્ય પ્રકોપનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં વીજ ઉત્પાદનમાં કટોકટી સર્જાતા એપલ અને ફોક્સવેગન જેવી મોટી કંપનીઓએ ઉત્પાદન બંધ કરવાનો વારો આવ્યો છે.