ચીનની મુસીબતો વધી

2022-08-26 80

ભારે ગરમીની સાથે વરસાદના અભાવે ચીનની મુસીબતો વધી રહી છે. જુલાઈમાં પાછલા વર્ષ કરતાં 40% ઓછો વરસાદ પડ્યો છે, જે 1961 પછી જુલાઈ મહિનામાં નોંધાયેલો સૌથી ઓછો વરસાદ છે. દુષ્કાળથી ચીનના સિચુઆન, હુબેઈ, હુનાન, જિઆંગસી, અનહુઈ અને ચોંગક્વિંગ પ્રાંતમાં 24.6 લાખ લોકો અને 22 લાખ હેક્ટર ખેતીની જમીનને અસર થઈ છે. ચીનના ઈમરજન્સી મેનેજમેન્ટ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર દુષ્કાળના કારણે 7.80 લાખથી વધુ લોકોને સરકાર તરફથી સીધી મદદની જરૂર છે.

Free Traffic Exchange