ભાવનગરમાં રખડતા ઢોરે યુવકનો લીધો ભોગ

2022-08-26 240

રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા હેરાન-પરેશાન થઇ ગઇ છે. અવારનવાર રખડતા ઢોરના કારણે અકસ્માતની ઘટના સામે આવે છે.

ભાવનગરના ગારીયાધારમાં રખડતા ઢોરના કરણે વધુ એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો. ગારીયાધારના ભાવેશ મકવાણા નામના યુવકને રખડતા પશુએ હડફેટે લેતા મોત નીપજ્યું છે. ધોળાકુવા પાસે રખડતા ઢોરે યુવકને અડફેટે લીધા બાદ આ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. આથી, કહી શકાય કે હજુ પણ કેટલાક વિસ્તારોમાં તો રખડતા ઢોરનો ત્રાસ યથાવત રીતે જોવા મળી રહ્યો છે. જાડી ચામડીના સત્તાધીશોહવે જાગે અને પ્રજા માટે કામ કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.