અટલ ફૂટ ઓવર બ્રીજનું PM મોદીના હસ્તે થશે લોકાર્પણ

2022-08-26 473

સાબરમતી રિવરફ્રન્ટની શોભામાં ચાર ચાંદ લગાવતો ફુટ ઓવર બ્રિજ તૈયાર થઈ ગયો છે. આગામી 27-28મી ઓગસ્ટે PM મોદી ગુજરાત આવવાના છે ત્યારે 27મી ઓગસ્ટે તેઓ આ બ્રીજનું ઈ-લોકાર્પણ કરી લોકો માટે તેને ખૂલ્લો મૂકાશે. PM મોદી અટલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. 300 મીટરની લંબાઈ ધરાવતા ફૂટ ઓવર બ્રિજને PM મોદીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. અમદાવાદની ઓળખ બની ચૂકેલા આ આઈકોનિક ફૂટ ઓવર બ્રિજને અટલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ પર આ પ્રકારની ડિઝાઈન ધરાવતો દેશનો પ્રથમ ફૂટ ઓવરબ્રિજ છે.

Videos similaires