મુરાદાબાદમાં ત્રણ માળની ઈમારતમાં અચાનક આગ ફાટી નીકળી

2022-08-26 91

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ત્રણ માળની ઈમારતમાં અચાનક આગ ફાટી નીકળી અને એક જ પરિવારના પાંચ લોકો બળીને ખાખ થઈ ગયા હતા. ગુરુવારે મોડી સાંજે મુરાદાબાદના ગલશહીદ પોલીસ સ્ટેશન વિસ્તારના અસલતપુરામાં આવેલા ત્રણ માળના મકાનના વેરહાઉસમાં અચાનક આગ ફાટી નીકળી હતી, આગે એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આગ ચારે તરફ ફેલાઈ ગઈ હતી અને બીજી બાજુ રહેતો પરિવાર ફ્લોર જ્વાળાઓમાં ફસાઈ ગયો.. આ અકસ્માતમાં ભંગારવાળાની પત્ની, પુત્રવધૂ, પૌત્ર અને પૌત્રી સહિત પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકોનો આબાદ બચાવ થયો હતો.

Videos similaires