ચીનમાં મહામારીના કારણે લાગુ ઝીરો કોવિડ નીતિએ દેશના અર્થતંત્રના પાયા હચમચાવી નાંખ્યા છે. આર્થિક પડકારોનો સામનો કરી રહેલા ચીન સમક્ષ હવે વીજ સંકટ તોળાઈ રહ્યું છે. દેશના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં કાળઝાળ ગરમી પડી રહી છે. વીજળની કમીથી ઝઝૂમી રહેલા ચીનના આ વિસ્તારમાં અનેક ફેક્ટરીઓ ઠપ્પ થઈ ગઈ છે, જેનાથી સપ્લાય ચેનના નેટવર્કને પણ અસર થઈ છે.