ગુજરાતીમાં એક કહેવત છે કે, રામ રાખે તેને કોણ ચાખે. કંઈક આજ કહેવત યથાર્થ ઠરતી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક મગરનો શિકાર થવા જઈ રહ્યો હતો. જો કે રેસ્ક્યૂ ટીમની સતર્કતાના કારણે બાળક મોતને હાથ તાળી આપીને પાછો ફરે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ લોકો રેસ્ક્યૂ ટીમના સાહસ અને તેમની સમયસૂચકતાને સલામ કરી રહ્યાં છે.