હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. સાબરમતી નદી ઉપર બાંધવામાં આવેલા ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઈને ડેમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. આજરોજ ધરોઈ ડેમના ચાર દરવાજા ૩ ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. અને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.