સુરતમાં ડેન્ગ્યુ અને મેલેરીયાના કેસોમાં વધારો: મચ્છરોના બ્રિડીંગ નાશ કરવા કવાયત

2022-08-25 114

કોરોના અને સ્વાઇન ફૂલના હાઉ વચ્ચે સુરતમાં ડેન્ગ્યુના કેસો ઝડપથી વધી રહ્યાં છે. ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે. અઠવા, ઉધના, રાંદેર અને કતારગામમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. આ અંગે આંકડાકીય ચિતારની વાત કરતા પાલિકાના મેડિકલ ઓફિસર રિકીતા પટેલે જણાવ્યું હતું કે હાલ પાણી જન્ય અને મચ્છર જન્ય રોગો માં વધારો જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત સુરતના તમામ ઝોન વિસ્તારમાં રોગચાળો નાથવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.