બોડેલીના તાડકાછલા ગામ પાસે થી પસાર થતી ઓરસંગ નદીના કિનારે મહાકાય મગરે લટાર મારતાં ગ્રામ જનોમાં ફફડાટ ફેલાયો હતો.ગ્રામ જનોએ બોડેલી વન વિભાગને જાણ કરતા વન વિભાગના આરએફઓ અનીલભાઈ તેમજ વિષ્ણુભાઈ રાઠવા, રતન ભાઈ રાઠવા, ભરત ભાઈ રાઠવા અરૂણાબેન, કુસુમ બેન, શૈલેશ ભાઈ સહિતનો સ્ટાફ દોડી આવ્યા હતા.ત્યારે મગર તેઓના આવતાં પેહલા પાણીમાં જતો રહ્યો હતો જેને પગલે રેસ્ક્યુ હાથ ધરી શકાયુન હતુ.