ઈડરમાં 10 મેડિકલ ઉપર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ હાથ ધરી

2022-08-24 273

સાબરકાંઠા જિલ્લાના ઈડર સહિત શહેરોમાં ફાર્માસીસ્ટ વગર મેડિકલો ધમધમી રહી હોવાની વાત ગુજરાત મેડિકલ એસોસિયનના પ્રમુખ રજનીકાંત દ્વારા ડ્રગ્સ ઓફિસરને કરવામાં આવી હતી. એટલું જ નહિ એમના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભ્રષ્ટ ડ્રગ ઇસ્પેક્ટરોની રહેમ નજર હેઠળ સાબરકાંઠામાં ફાર્માસીસ્ટ વગરની મેડિકલો ધમધમી રહી છે. આ સિવાય તેમણે જો ફાર્માસીસ્ટ વિના ચાલતી મેડિકલોના લાયસન્સ 7 દિવસમાં રદ નહિ કરવામાં આવે તો ડ્રગ્સ કચેરીને તાળા બધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Videos similaires