ધરોઈ ડેમમાંથી પાણી છોડતા વાસણા બેરેજના 19 દરવાજા ખોલાયા

2022-08-24 465

હાલ ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થયો છે. જેને લઈને રાજ્યના જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા વાસણા બેરેજમાં પાણીની પુષ્કળ આવક થઇ હતી. જેને લીધે વાસણા બેરેજમાંથી પણ સાબરમતી નદીમાં પાણી છોડવાની ફરજ પડી હતી. જેથી વાસણા બેરેજના 19 દરવાજા ખોલવામાં આવ્યા હતા.