મચ્છુ-3 ડેમ સીઝનમાં બીજી વાર ઓવરફ્લો

2022-08-24 197

મોરબીમાં ગતરાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આખી રાત વરસાદને કારણે મોરબીના સાદુંળકા ગામ નજીક આવેલ મચ્છુ-3 ડેમ ઓવરફ્લો થયો છે. આથી આ મચ્છુ-3 ડેમના બે ગેઇટ અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે. આ ડેમમાંથી હાલ 898 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેથી હેઠવાસના મોરબી તાલુકાના ગોર ખીજડિયા, વનાળિયા, માનસર, નારણકા, નવા અને જૂના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, જુના અને નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરનગર અને સોખડા તેમજ માળીયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીર વિદરકા, માળીયા, હરિપર અને ફતેપર એમ કુલ 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને આ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે.