રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. જેમાં ઉત્તર ગુજરાતમાં 1 દિવસ માટે ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર સહિત ભારે
વરસાદ રહેશે. તથા મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત પવન સાથે સમાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા રહેશે.
લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદ રહેશે
ઉલ્લેખનીય છે કે આજે સાંજથી વરસાદનું જોર ઘટી શકે છે. તેમજ લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદ રહેશે. તથા આવતીકાલથી રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ દક્ષિણ
ગુજરાતના સુરત, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી સહિત મધ્યમ વરસાદ રહેશે. તથા 24 કલાકમાં રાજ્યના 148 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. તેમજ રાજ્યના 31 તાલુકામાં 2 ઈંચથી વધુ
વરસાદ છે. તથા સૌથી વધુ મહેસાણામાં 8 ઈંચ વરસાદ છે.
ઉ.ગુજરાતમાં એક દિવસ માટે ભારે વરસાદની આગાહી
તેમજ મોરબીમાં 5 ઈંચ, રાધનપુરમાં 5 ઈંચ વરસાદ, વિસનગરમાં 4.5 ઈંચ, ઈડરમાં 4.5 ઈંચ વરસાદ, પાટણમાં 4 ઈંચ, અમીરગઢમાં 3.5 ઈંચ વરસાદ છે. તથા રાજ્યમાં 9 તાલુકામાં 3
ઈંચથી વધુ વરસાદ છે.