રાજ્યના 122 તાલુકામાં મેઘમહેર, મહેસાણામાં 5.44 ઈંચ વરસાદ ખાબક્યો

2022-08-23 245

સોમવાર અને મંગળવાર એમ બે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ રહ્યો હતો. આજે બુધવારે દિવસ દરમિયાન પણ ઉત્તર ગુજરાતના મહેસાણામા 5 ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સાબરકાંઠાના ઈડરમાં પણ દિવસ દરમિયાન 4 ઈંચ અને મંગળવારની રાત સાથે સવા 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.