અમેરિકન અંતરિક્ષ એજન્સી NASAએ તાજેતરમાં જ પર્સિયસ આકાશગંગાના કેન્દ્રમાં એક વિશાળ બ્લેકહોલમાં આવતા અવાજને જાહેર કર્યો છે. નાસાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, આ ધારણાં ખોટી છે કે, અંતરિક્ષમાં કોઈ ધ્વનિ નથી, કારણ કે આકાશગંગા ખાલી છે, જેનાથી ધ્વનિ તરંગોને યાત્રા કરવાનો કોઈ રસ્તો નથી મળી શકતો. અહીં એક બ્લેકહોલની એમ્પ્લીફાઈડ અને અન્ય ડેટા સાથે મિક્સ કરીને ધ્વનિ તૈયાર કરવામાં આવી છે. જે અવાજનું કંપન છે. જેમાં કેટલાક લોકોને ઓમનો ધ્વનિ સંભળાઈ રહ્યો છે.