આપણા દેશમાં હાલના દિવસોમાં ‘રેવડી કલ્ચર’ એટલે કે મફતની યોજનાઓને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે. અનેક નિષ્ણાંતો તર્ક આપી રહ્યાં છે કે, રાજકીય પાર્ટીઓની આ પ્રકારની જાહેરાત કે સ્કીમથી દેશની અર્થ વ્યવસ્થા પર બોઝો વધી જાય છે. જો કે અનેક દેશોમાં વિદ્યાર્થીઓ માટે PhD સુધીનું શિક્ષણ મફત હોય છે, જ્યારે બેરોજગારોને પણ ભથ્થુ ચૂકવવામાં આવે છે. એટલે કે રેવડી કલ્ચર મામલે ભારત આવા દેશોની આસપાસ પણ નથી ફરકતો. આમ છતાં રાજકીય કારણોસર આ મુદ્દાને વધારે ચગાવવામાં આવી રહ્યો છે.