દેશમાં રેવડી કલ્ચરને લઈને સતત રાજનીતિક ચર્ચાઓ ચાલી રહી છે. જો કે હવે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. ફ્રી પ્લાન્સના મુદ્દા પર સુનાવણી
કરતાં સુપ્રીમ કોર્ટે સખ્ત ટકોર કરતાં કહ્યું કે, આ મફતની યોજનાઓ એક અગત્યનો મુદ્દો છે. જેના પર ચર્ચા કરવાની આવશ્યક્તા છે. આ મામલે આવતીકાલે પણ
સુનાવણી યથાવત રહેશે.