સાબરકાંઠાના વડાલી નજીક એક ટીઆરબી જવાન વાહનચાલક સામે રોફ જમાવી પૈસા માંગતો વિડિઓ વાયરલ થયો હતો. વાયરલ થયેલા વિડીયોમાં TRB જવાન વાહનચાલક પાસેથી 4000 રૂપિયાની માંગણી કરતો જોવા મળે છે. જે બાદ 500 રૂપિયામાં પતાવટ કરવાની વાત સામે આવી હતી. આ સિવાય TRB જવાને વિડિઓ રેકોર્ડ કરતા કરનાર કારમાં સવારનો વ્યક્તિનો મોબાઈલ પણ ઝુંટવી લીધો હતો.