હાલ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત આગામી ચૂંટણીને ધ્યાને રાખીને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે. સંતોષે પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સહીત ભાજપના અનેક નેતાઓની સાથે મુલાકાત કરી હતી અને આગામી ચૂંટણી લક્ષી વ્યૂહરચના અંગેની ચર્ચાઓ કરી હતી. ત્યાર બાદ ગઈકાલે સાંજે તેમણે વજુભાઈ વાળાની સાથે બેઠક યોજી હતી. જે બાદ વજુભાઈ વાળા ગુજરાતના ચૂંટણી રાજકારણમાં ફરી સક્રિય થશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.