સિંગતેલના ડબ્બાનો નવો ભાવ રૂપિયા 2850 થયો

2022-08-23 172

તહેવાર પૂર્ણ થતા સિંગતેલના ભાવમાં વધારો થયો છે. જેમાં ખાદ્યતેલની બજાર ખુલતા ભાવ આસમાને પહોંચ્યો છે. તેમજ સિંગતેલના ડબ્બાનો નવો ભાવ રૂપિયા 2850 થયો છે. તથા
પામઓઈલના ભાવમાં રૂપિયા 165નો ઘટાડો થયો છે.

સિંગતેલના ડબ્બાનો નવો ભાવ રૂપિયા 2850 થયો

ઉલ્લેખનીય છે કે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આ ભાવ વધારાને કારણે સામાન્ય માણસની પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની છે. મોઁઘવારીના

મરા વચ્ચે વધુ એક ઝટકો સામાન્ય માણસને લાગ્યો છે. જેમાં સિંગતેલનો ડબ્બો રૂપિયા 2800થી 2850 ના ભાવે પહોંચ્યો છે. તેમજ પામઓઇલના ભાવમાં તોતિંગ રૂપિયા 165નો ઘટાડો

નોંધાયો છે.

ખાદ્યતેલની બજાર ખુલતા ભાવ આસમાને પહોંચ્યો

તહેવારમાં કમાઈ લેવા પામઓઈલના ભાવ સટોડીયાઓએ ઘટવા ન દીધા. તેમા પામઓઇલના ડબ્બાના ભાવ રૂપિયા 1920 -1925 ના ભાવે વેંચાયા હતા. જેમાં રાજકોટમાં ખાદ્યતેલની

કિંમતમાં ફરીવાર વધારો થયો છે. પામતેલમાં એક દિવસમાં 90 રૂપિયા વધ્યા હતા. તો સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા 20નો ભાવ વધારો થયો. પામતેલના 15 કિલો

ડબ્બાનો ભાવ 1 હજાર 990 હતો. તેમાં રૂપિયા 90 વધતા 2 હજાર 80 રૂપિયા થયો છે. સિંગતેલના ડબ્બામાં રૂપિયા 20નો ભાવ વધારો થતા ડબ્બાની કિંમત 2 હજાર 800ને પાર થઈ છે.

જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2 હજાર 510એ પહોંચ્યો છે.