આમ તો ગણોના નાયકને ગણનાયક અથવા ગણપતિ કહેવામાં આવે છે. આ ગણોના અધિપતિને પ્રથમ પૂજાનું સ્થાન અથવા માન પ્રાપ્ત થયું છે. કોઇપણ શુભ કાર્યની શરૂઆત શ્રી ગણેશજીની પૂજા, અર્ચના, આરાધના પછી જ થાય છે...જેથી જ ગણેશ સાધના ગ્રથ અનુસાર દરેક માસ પ્રમાણે ગણેશજીનાં વિવિધ સ્વરુપની ઉપાસનાનો મહિમા રહેલો છે...તો ચાલો શાસ્ત્રીજી પાસેથી જાણીએ કે ગણેશની વિશેષ કૃપા માટે માસ પ્રમાણે કયા ગણેશ સ્વરુપની કરશો ઉપાસના.