ચારેય દિશાથી દર્શન થઇ સહકે એવું જામનગરનું કાશી વિશ્વનાથ મંદિર

2022-08-22 403

જામનગરમાં અનેક મંદિરો આવેલા છે અને તેને કારણે જ તેને છોટી કાશી તરીકે ઓળખવામાં આવએ છે.
આ વાત છે 1850ની જ્યારે જામનગરમાં રહેતા કરસનભાઈ ખપાસ કાશીની યાત્રા પર ગયા હતા ત્યારે કાશીનું ભક્તિભાવભર્યું વાતાવરણ જોઈ તેમને થયું કે જામનગરમાં પણ ભગવાન શિવની મોટી મૂર્તિ સ્થાપી મંદિર બનાવીએ. તેમને થયું ખવાસ જ્ઞાતિની વ્યક્તિ મંદિર કઈ રીતે બનાવી શકે? તેમ છતાં જ વારાણસીથી વાજતે ગાજતે ભગવાન શિવની પૂજા કરી મૂર્તિ લીધી અને કાશીથી જામનગર સુધી ગાડામાં આ મૂર્તિ પર સતત દૂધ અને જળની ધારા વાહાવી અને આ મૂર્તિ આરાધના કરતાં કરતાં જામનગર પહોંચાડી. અને પછી કાશી વિશ્વનાથ મંદિરની સ્થાપના થઈ. આખા ભારતમાં 2 જ એવા શિવમંદિર આવેલા છે જ્યાં ચારેય દિશાએથી ભગવાન શિવના દર્શન કરી શકાય છે, પ્રથમ કાશીમાં બિરાજમાંણ કાશી વિશ્વનાથ મંદિર અને બીજું જામનગરનું કાશી વિશ્વનાથ મંદિર. આ મંદિરમાં 72 સ્થંભ છે અને તેની ઊંચાઈ 52 ફૂટ છે. દરેક સ્થંભમાં દેવી દેવતાઓ અને પ્રાણીઓની મૂર્તિ છે.