સાવલી ડ્રગ્સ કેસમાં સાકરદાની ફેક્ટરીમાં ATSની રેડ: એકની ધરપકડ

2022-08-22 255

થોડા દિવસ પહેલા ગુજરાત ATSએ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામની નેક્ટર કેમ કંપનીમાંથી રૂ. 1154 કરોડની કિંમતનુ 224 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યુ હતું. આ કેસમા એટીએસએ આરોપી મહેશ અને પિયુષ પટેલની ધરપકડ કરી કોર્ટમાંથી નવ દિવસના ડિમાન્ડ મેળવ્યા છે. આ આરોપીઓની પૂછપરછ દરમિયાન સાકરદા ખાતે ગોડાઉન ભાડે રાખી કેમિકલ વેસ્ટનો નિકાલ કરતા હોય તેવી વિગતો સામે આવી હતી. જેના આધારે આજે એટીએસની ટીમે બંને આરોપીને સાથે રાખી સાકરદા ખાતેના ગોડાઉનમાં તપાસ કરવાની સાથે પંચનામું કર્યું હતું.

Videos similaires