વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ: વહેતા પાણીમાંથી સ્મશાનયાત્રા નીકળી

2022-08-22 133

વલસાડ જીલ્લામાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સતત વરસતા વરસાદને લીધે કપરાડાના વાવર ગામ નજીકથી ખાડી બે કાંઠે થઇ હતી. આ સિવાય ચેકડેમ પણ ઓવર ફલો થયો હતો. જેથી નદીની પેલેપાર રહેલી સ્મશાન ભૂમિનો ગામ સાથેનો સંપર્ક કપાયો હતો. આવી પરિસ્થિતિમાં લોકો ઓવરફલો થયેલા ચેકડેમના વહેતા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવા માટે મજબુર થઇ રહ્યા છે.