દહેજ સ્થિત કંપનીમાં બનાવેલ બે મોટા ભારેખમ રીએક્ટર્સને રાજસ્થાનના બાડમેરની પચપદ્રા રિફઇનરી કંપનીમાં બાય રોડ લઈ જવામાં આવી રહ્યા છે. જે ભારેખમ રીએક્ટર્સ થરાદ ખાતે પહોંચતા નર્મદા કેનાલ પરથી પસાર ન થઈ શકતા થરાદની નર્મદા કેનાલમાં 15 દિવસ પાણી બંધ રખાયું હતું અને કેનાલ ઉપર 4 કરોડના ખર્ચે 300 ટનનો લોખંડના સ્ટ્રક્ચરનો ફેલ્ડિંગ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. જે બ્રિજ બન્યા બાદ બે રીએક્ટર્સને તેના ઉપરથી પસાર કરીને રાજસ્થાન લઈ જવામાં આવી રહ્યા છે. દહેજ સ્થતિ ઇઝેક હીટાચી જોશેન લિ. કંપની દ્વારા નિર્માણ પામેલા આ બે મહાકાય રીએક્ટર્સને રાજસ્થાનના બાડમેરમાં આવેલી પચપદ્રાની રિફઇનરીમાં મોકલવામાં આવી રહ્યા છે.