રાજકોટ શહેરમાં વધતા જતા આપઘાતના બનાવો વચ્ચે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. દિલધડક ઘટનાના સીસીટીવી વાયરલ થતા ચકચાર મછી જવા પામી છે. માત્ર 5 જ સેકન્ડમાં પોતાની ઝીંદગીનો ખેલ ખેલનાર યુવક મોતને ભેટ્યાં બાદ બી-ડિવિઝન પોલીસે આપઘાતનું કારણ જાણવા અને મૃતકના પરિવારની શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગ્રીનલેન્ડ ચોકડી નજીક એક અજાણ્યા યુવાને હેવી ટ્રક નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા બી-ડિવિઝન પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. તપાસ કરતા મૃતકનું નામ નીલમ હોવાનું અને પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સીસીટીવી ચેક કરતા આ યુવક સામેથી આવતા ટ્રકની રાહ જોઈ ઉભો રહ્યો હતો અને માત્ર 5 જ સેકન્ડમાં ટ્રક થોડો આગળ પસાર થતા જ પાછળના ઝોટામાં પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનું જોવા મળતા પોલીસે તપાસ હાથ ધરી છે. અરેરાટી વ્યાપી જાય તેવો 5 સેકન્ડનો જિંદગી અને મોત વચ્ચેનો આ દિલધડક વિડીયો વાયરલ થયો છે.