સુરતના ચોક બજાર વિસ્તારમાં ફાયરિંગ

2022-08-21 74

ચોક બજાર પોલીસ મથકની હદમાં વેડરોડ ખાતે સવારે 8:00 વાગે અરસામાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી.સુર્યા મરાઠી મર્ડર ફેઇમ નામચીન શફી નામના યુવક પર ફાયરિંગ થયું હતું. શફી સવારે ચીકનની દુકાને જવા નીકળ્યો હતો.ત્યારે બાઈક પર મોઢે રૂમાલ બાંધીને આવેલા યુવકો એક રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયા હતા.શફીને પેટના ભાગે ગોળી વાગી હતી.તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની હાલત સ્થિર છે.ફાયરિંગની ઘટનાને પગલે ચોક બજાર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.પોલીસે ધટના સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવવા સાથે સ્થાનિક લોકોના નિવેદન લેવા કવાયત હાથ ધરી છે.